ખલજી વંશ (ખીલજી વંશ)
ખલજી વંશ (ખીલજી વંશ)
→ જલાલુદ્દીન ખલજી થી ખલજી વંશની સ્થાપના થઈ.
→ તેણે કિલોખરી નામના સ્થળે કૈકોબાદ સામે પોતાની જાતને સુલતાન ઘોષિત કરી, રાજધાની સ્થાપિત કરી.
→ ત્યારબાદ તેણે ક્રાંતિ કરી દિલ્હીમાં પ્રવેશ કર્યો.
→ આ ઘટનાને ખલજી ક્રાંતિ કહેવામાં આવે છે.
→ ઇ.સ. 1304 માં ગુજરાતમાં દિલ્હી સલ્તનતની હકૂમત સ્થપાઈ. આ સલ્તનતની સતા ઇ.સ. 1320 સુધી ટકી.
→ અલાઉદ્દીન ખિલજીએ પોતાનો બનેવી “અલપખાન” ને ગુજરાતનો ગવર્નર બનાવ્યો.
→ આમ, અલપખાન એ ગુજરાતમાં મુસ્લિમ સત્તાનો ખરો સ્થાપક કહી શકાય.
→ તે અલાઉદ્દીન ખિલજીના વિશ્વાસુ સરદારો પૈકીનો એક હતો એન ઇમારતો બંધવાનો શોખીન હતો.
→ તેણે પાટણમાં અદીના મસ્જિદ બંધાવી.
→ તેણે જૈન વેપારીને શૈત્રુંજ્ય મંદિરોનો જીર્ણોદ્વાર કરવાની પરવાનગી આપી.
→ મલિક કાફૂર દ્વારા કાન ભંભેરણી કરવામાં આવતા અલાઉદ્દીન ખીલજીએ અલપખાનને દિલ્હી બોલાવી તેની હત્યા કરી.
→ અલપખાનની હત્યા બાદ નવાબ કમાલુદ્દીન ગુર્ગ ઇ.સ. 1316 માં ગુજરાતનો સૂબો બન્યો.
→ પરંતુ તે ગુજરાતનો વહીવટ વ્યવસ્થિત રીતે સંભાળી શક્યો નહીં તેમના બળવાખોરોએ હત્યા કરી.
→ આ જ સમયમાં અલાઉદ્દીનનું ખીલજીનું અવસાન થયું.
ઇ.સ. 1316 થી 1320 દરમિયાન ગુજરાતના સુબાઓ (ગવર્નર)
| સૂબો | વર્ષ |
| આઇનમુલ્ક સુલતાની | 1316 – 1317 |
| માલિક દિનાર “ઝફરખાન” | 1317 |
| મલિક હુસામુદ્દીન | 1317 – 1318 |
| વહીદુદ્દીન કુરેશી | 1318 |
| ખુશરોખાન | 1320 |
→ પરંતુ આમાનો કોઈ વ્યક્તિ ગુજરાતનો કોઈ વહીવટ યોગ્ય રીતે સંભાળી શક્યો નહીં.
→ ખુશરો ખાન દિલ્હી પાછો ફર્યો એન ત્યાંનાં સુલતાનનું ખૂન કરીને પોતે બાદશાહ બની બેઠો. પરંતુ તે લાંબો સમય સુધી સત્તા ભોગવી શક્યો નહી.
→ થોડા સમયમાં ગ્યાસુદ્દીન તુઘલક અને ખુશરો ખાન વચ્ચે યુદ્ધ ફાટી નિકળ્યું. જેમાં ગ્યાસુદ્દીન તુઘલકની જીત થઈ અને દિલ્હીમાં તુઘલક વંશની સ્થાપના થઈ.
ખલજી વંશ (ખીલજી વંશ) ના શાસકો
- જલાલુદ્દીન ફિરોજશાહ ખલજી (ઇ.સ. 1290 - ઇ.સ. 1296)
- અલાઉદ્દીન ખીલજી (ઇ.સ. 1296 - ઇ.સ. 1316)
- શહાબુદ્દીન ઉમર
- કુતુબુદ્દીન મુબારકશાહ
- નાસીરુદ્દીન ખુશરોશાહ