ધોળાવીરા| Dholaweera

ધોળાવીરા
ધોળાવીરા

→ ધોળાવીરાના મોટા રણ વિસ્તારમાં ભચાઉ તાલુકાના ખદીરબેટમાં લુણી નદીના કિનારે આવેલું છે.

→ સ્થાનિક લોકો તેને “કોટડા” તરીકે ઓળખાવે છે.

→ ત્યાંના પ્રાચીન નગરનાં ટીંબાની શોધ ઈ.સ. 1900માં થઈ હતી, પરંતુ વ્યવસ્થિત ઉત્ખનન 1967-68માં જે.પી. જોશી (જગપતિ જોશી) દ્વારા થયેલું હતું.

→ ઈ.સ. 1990થી વર્તમાન સમય સુધી તેનું ઉત્ખનન આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા થયું. તેમાં મહત્વનો ફાળો આર.એસ. બિષ્ટનો રહેલો છે.

→ પ્રથમ નંબરની ભારતમાં સૌથી મોટી હડપ્પીય વસાહત : રખાઈગ્રહી (હરિયાણા)

→ દ્વિતીય નંબરની ભારતમાં સૌથી મોટી હડપ્પીય વસાહત : ધોળાવીરા (કચ્છ, ગુજરાત)

→ આ નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.
  1. મુખ્ય મહેલ કે જેને 'સિટાડેલ' કહે છે. તેનું ખૂબ જ મજબૂત કિલ્લાથી રક્ષણ કરવામાં આવ્યું છે.
  2. મધ્ય નગર
  3. નીચલું નગર

→ ધોળાવીરાના મહેલના ચારેય દરવાજા કોતરણીવાળા પથ્થરોના બનેલા છે અને આ પ્રકારનું સ્થાપત્ય બીજે કયાંય જોવા મળતું નથી.


નગરરચના

→ અંદાજે વિસ્તાર
  1. પૂર્વ – પશ્વિમ : 771 મીટર
  2. ઉત્તર- દક્ષિણ : 617 મીટર
  3. ક્ષેત્રફળ : 100 હેકટર

→ તેના મુખ્યત્વે ત્રણ વિભાગો
  1. ગઢ (દુર્ગ) : શાસક અધિકારીઓ
  2. નીચલું નગર : સામાન્ય નગરજનો
  3. મધ્ય નગર : અન્ય અધિકારીઓ


→ દરબારી ગઢ ઊંચાઈ ઉપર આવેલો છે. એ મજબૂત ગઢથી સુરક્ષિત છે. એને ચાર મુખ્ય દરવાજા છે.

→ ઉપલા નગરને પણ રક્ષણાત્મક દીવાલ છે. અહીં બે થી પાંચ ઓરડવાળા મકાન મળ્યા છે.

→ મધ્ય નગર અને ગઢ વચ્ચે એક મેદાન મળેલું છે.

→ નીચલા નગરનાં મકાન હાથે ઘડેલી અણધડ ઈંટોના બનાવેલાં છે.

→ 5000 વર્ષ જૂની વાવ પણ ધોળાવીરામાંથી મળી છે.


લોકજીવન અને સંસ્કૃતિ

→ લાલ કે ગુલાબી રંગના અને પ્રાય: હાથે ઘડેલા મૃતપાત્ર પ્રાપ્ત થયા છે.

→ અહીંયાથી મોટું સ્નાનાગાર મળ્યું છે.

→ અહીંથી ધાતુ ગાળવાની ભઠ્ઠી પણ મળી આવી છે.

→ અહીં ઘરેણાં બનાવવાની દુકાનોની મોટી હાર પણ મળી આવી છે.

→ અહીંથી વિવિધ ઓજારો બનવવાનાં સાધબો મળ્યા છે.

→ મળતા અવશેષો સૂચવે છે કે ધોળાવીરા એ વેપાર –વાણિજ્યનું મોટું કેન્દ્ર હોવું જોઈએ.

→ અહીં શંખ,ધાતુની બંગડીઓ, મણકા, વીંટીઓ, સોનાનાં ઘરેણાં, વિવિધ પ્રકારના મણકા, તાંબાની ભઠ્ઠી, ઓજારો બનવવાનાં ઉપકરણો વગેરે પ્રાપ્ત થયાં છે.

→ ધોળાવીરામાંથી મળી આવેલા 10 અક્ષરનાં “સાઈનબોર્ડ”ને વિશ્વનું સૌથી જૂનું સાઈનબોર્ડ માનવામાં આવે છે.

→ અહીંથી હડપ્પીયન લિપિ જેવી લિપિનાં લખાણ પણ મળ્યા છે, જે વિશ્વની પ્રાચીન લિપિમાં સ્થાન પામ્યા છે.

→ ઉત્ખનન દરમિયાન ધોળાવીરામાં અવનવા ભાવો વ્યક્ત કરતાં મુખવટાઑ મળી આવ્યા છે. જે બતાવે છે કે ધોળાવીરામાં નાટ્યકલા હતી. આમ, નાટ્યકલા ભારત ગ્રીસ અને રોમન કરતાં ઘણાં વર્ષો આગળ હતું.

→ ભૂકંપ પછી મકાનની બંધની ચોરસ કે લંબચોરસની બદલે ગોળ બાનવવામાં આવતા.

→ ધોળાવીરામાંથી પોલીશદર સફેદ પાષાણખંડ મળ્યા છે.

→ અહિયાં કૃત્રિમ ડેમ બાનવવામાં આવેલો છે.

→ ધોળાવીરા પણ હડપ્પા સંસ્કૃતિનાં નવા નગરોની જેમ સમાંતરભુજ ચતુષ્કોણ આકાર ધરાવે છે.

→ નગરના મધ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેનું તળાવ (રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ), કૃત્રિમ ડેમ, ન્હાવાનો મોટો હોજ, વાવ તેમજ વપરાયેલા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ અહીં જોવા મળે છે.

→ મહેલમાં એક મોટો ટાંકો છે જેમાં ગરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા પણ અહીં જોવા મળે છે.

→ અહીંથી રમત-ગમતના વિશાળ મેદાનો પણ મળી આવ્યા છે.

→ લોથલમાં જે રીતે મૃતદેહો ભેગા દફનાવવાની પ્રથા જોવા મળે છે તે રીતે અહીં અગ્નિદાહ આપ્યા પછી વધેલા અવશેષોને દફનાવવામાં આવતા હતા.


નગરનું પતન

→ આ વસાહતનો સમય ઈ.સ. પૂર્વે 2500 થી 1900 સુધીનો માનવામાં આવે છે.

→ કચ્છમાં મળેલું હડપ્પીયન સંસ્કૃતિનું આ નગરનું પાટણ કોઈક કુદરતી ઉપદ્રવને લીધે થયું હોય એવું માનવામાં આવે છે.


અન્ય તથ્યો

→ ઇસરો એ સેટેલાઇટની મદદથી ધોળાવીરા થી 24 કિલોમીટર દૂરની મચ્છીબેટ બોર્ડર આઉટપોસ્ટ પાસે મીઠાના અગરની નીચે આવેલા “મરુડા ટક્કર” નામની ટેકરીઓમાંથી 15000 વર્ષ જૂના નગરની શોધ કરી છે.

→ તે પાકિસ્તાનથી માત્ર 12 કિલોમીટર જેટલી દૂર છે.

→ સૌપ્રથમ શોધ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા એ ઈ.સ. 1997માં કરેલી હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


  1. ધોળાવીરાની શોધ કોણે કરી ?
    → ઈ.સ.1967-68 માં પ્રથમ જે.પી.જોશી ત્યારબાદ આર. એસ. બીસ્ટ (1990)

  2. ધોળાવીરા કયાં આવેલું છે?
    → કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં

  3. ધોળાવીરા નગરના ત્રણ મુખ્ય વિભાગો કયા ?
    → (1) ગઢ (2) મધ્યનગર (3) નીચલું નગર

  4. કયા સિંધુ સભ્યતાના નગરને ચાર સ્તર, ચાર દિશામાં ચાર દરવાજા છે ?
    → ધોળાવીરા

  5. ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે?
    → કોટડા

  6. વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલ સિંધુ લિપિના 10 મોટા અક્ષરો ક્યાંથી મળી આવ્યાં છે?
    → ધોળાવીરા

Post a Comment

Previous Post Next Post