→ કચ્છના નખત્રાણા તાલુકામાં મોરઈ નદીના કાંઠે આવેલા દેસલપરમાં કાલ -1અ માં પ્રારંભિક હડપ્પીયન સંસ્કૃતિનાં અને કાલ -1આ માં ઉત્તર હડપ્પીયન સંસ્કૃતિનાં અવશેષ મળ્યા છે.
→ ભારતનું સૌથી પશ્ચિમોત્તર સિંધુ સભ્યતાનું નગર છે.
→ કાલ -1અ ના સ્તરમાં હડપ્પીયન લાલ અને બદામી મૃતપાત્રોની સાથે કેટલાક બીજા પ્રકારના મૃતપાત્રો મળ્યા છે.
→ અહીં, નદી કાંઠા ઉપર પૂર- રોધક આડશ તરીકે પથ્થરની જાડી દીવાલ બંધાઈ હતી.
→ અહીં, કાચી ઈંટોના મકાન, મુદ્રા અને મુદ્રાંક તેમજ સિંધુ – તોલા મળ્યા છે. જે સૂચવે છે કે આ મહત્વનું વેપારી કેન્દ્ર હતું.
→ અહીંથી તાંબાના ઓજારો, મુદ્રાઓ, વજનિયાં, વિવિધ પદાર્થોના મણકા તેમજ કાચી ઈંટ અને પથ્થરથી બનેલા કિલ્લાઓ મળી આવ્યા છે.
→ આ સ્થળનું સૌ પ્રથમ ઉત્ખનન પી.પી. પંડયા અને એમ. કે. ઢાક દ્વારા ઈ.સ. 1955-56માં કરવામાં આવ્યું હતું.
→ નખત્રાણા તાલુકાના દેસલપર ગામે આવેલી શૈલ ગુફાઓમાં પુરાતત્વીય નમૂનાઓ મળી આવ્યાં છે.
→ કાલ સ્તર પ્રમાણે સમયગાળો ઈ.સ. પૂર્વે 2000 થી 1600 નો છે.
→ પ્રારંભિક હડપ્પીયન નગરનો ઈ.સ. પૂર્વે 1950 ના અરસામાં પૂરે નાશ કર્યો હતો.
→ થોડા સમયમાં ત્યાં ફરી વસાહત થઈ. ત્યાં ક્ષીયમાણ હડપ્પીયન સંસ્કૃતિ પાંગરી.
→ ઈ.સ. પૂર્વે 1600 માં બીજા પૂરે આ વસાહતનો નાશ કર્યો.
પ્રશ્નો
સૈન્ધ્વ્ય (સિંધુ) સભ્યતાનું ગુજરાતનું સૌથી પશ્ચિમનું સ્થળ કયું છે ?
→ દેશલપર
દેસલપર નગર કોણે શોધ્યું?
→ કે. વી. સુંદર રાજન
હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ દેસલપર કચ્છના નખત્રાણા તાલુકામાં કઈ નદીના કિનારે આવેલું છે?