→ પ્રાચીન ભારતનો પ્રથમ ઐતિહાસિક રાજવંશ અને પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્યનો સ્થાપક. તે ‘મોરિય’ નામની ક્ષત્રિય જાતિના મૌર્ય કુળમાં જન્મ્યો હતો તેમ ‘મહાવંશ’ નામના બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે.
→ ચંદ્રગુપ્ત નેપાળમાં આવેલા પીપલીવનના મોરિય કુળના રાજાનો પુત્ર હતો.
→ ચંદ્રગુપ્ત મૌર્ય કુળના નાયકનો પુત્ર હતો.
→ જૈનગ્રંથ અનુસાર નંદવંશના અંતિમ રાજા ધનાનંદની ઉપરાણી મુરાનો પુત્ર હતો. કારણ કે, મુરા નામ પરથી મૌર્યવંશ નામ પડ્યું એવું વિદ્વાનો માને છે.
→ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના : ઈ.સ. પૂર્વે 321 માં કરી હતી.
→ પાટલિપુત્રમાં મગધના રાજા તરીકે ઈ. સ. પૂ. 322માં ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને મૌર્ય વંશની સ્થાપના થઈ.
→ શાસનકાળ : ઈ.સ. પૂર્વ 322 થી 298
→ ભદ્રબાહુ દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યને જૈન ધર્મની દિક્ષા આપવામાં આવી હતી.
→ ચંદ્ર્ગુપ્ત મૌર્ય એ જૈન ધર્મની પ્રથમ સંગતિનું આયોજન ઈ.સ. પૂર્વે 298 માં પાટલિપુત્રમાં કર્યું હતું. જેના અધ્યક્ષ સ્થૂલિબાહુ હતા. આ સંગતિમાં જૈન ધર્મના 12 અંગો લખાયાં હતાં.
→ મેગેસ્થેનિસ : ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક રાજદૂત તરીકે ભારતમાં આવ્યો હતો, તે સેલ્યુક્સનો રાજદૂત હતો.