→ તેના પિતાનું મૃત્યુ થતાં તેના કાકા જલાલુદ્દીને તેને પુત્રની જેમ ઉછેર્યો અને પોતાની દીકરીના લગ્ન પણ તેની સાથે કરાવ્યા.
→ પદવી: યાસ્મીન-ઉલ-ખલિફાત નાસિરી-ઉલ-મોમીનીન
→ હોદ્દા: જલાલુદ્દીન ખલજીએ તેને કડા- માણેકપૂરનો સૂબો બનાવ્યો.
→ શિક્ષણ : તદ્દન નિરક્ષર, પરંતુ સુધારક , મહત્વાકાંક્ષી અને પ્રતિભાવંત હતો.
અલાઉદ્દીન ખીલજીના કાર્યો
→ મુસ્લિમ અમીરોનો વિરોધ અટકાવવા અને હત્યારા સુલતાનની ટીકાથી બચવા સિફ્તપૂર્વક તેણે ઈસ્લામના વડા ખલીફાની સત્તાને માનીતા આપી દિધી હતી.
→ અલાઉદ્દીન દિલ્હીનો પહેલો એવો સુલતાન હતો ,જેણે ધર્મ પર રાજયનું નિયંત્રણ સ્થાપિત કર્યું હતું.
→ અલાઉદ્દીને કેન્દ્રમાં એક સ્થાયી અને મોટી સેના રાખી હતી અને રોકડ પગાર આપ્યો હતો. આમ કરનારો તે દિલ્હીનો પહેલો શાસક બન્યો હતો.
→ ઇક્તેદારોને કે જાગીરદારોને રોકડમાં પગાર ચૂકવવાનું શરૂ કર્યું.
→ મુહતાશીબની: અલાઉદ્દીને અમીર ઉમરાવ ઉપર નજર રાખવા “બરીદ” તથા ભ્રષ્ટાચાર નાથવા ‘મુહતાશીબ “ નામના પદની શરૂઆત કરી હતી.
યુદ્ધ
મલિક કાફૂર
→ અલાઉદ્દીનનો દક્ષિણ ભારત પર વિજયનો પ્રમુખ શ્રેય તેના નાયમ માલિક કાફૂરને જાય છે.
→ તેને 1000 સોનાના દીનારમાં ખરીદવામાં આવ્યો હતો.
→ તેથી તેને હજારી દીનાર પણ કહેવાય છે.
→ ઉપાધિ : તાજ- ઉલ- મુલ્ક- કાફૂરી
→ ઈ.સ. 1290 માં તેને આમિર – એ – તુજુક પદ પ્રદાન કરાયું હતું.
મલિક કાફૂરના આક્રમણો
→ પ્રથમ આક્રમણ : ઈ.સ. 1307 માં સર્વપ્રથમ દેવગિરી પર હુમલો કાર્યો હતો અને ત્યાના શાસક રામચંદ્રદેવને પરાજિત કર્યા હતા.
તેલંગાણા પર આક્રમણો
→ કાકતીય વંશના રાજવી પ્રતાપ રુદ્રદેવને હરાવી મલેક કાફૂરે દુનિયાનો સર્વશ્રેષ્ઠ કોહિનૂર હીરો પ્રાપ્ત કાર્યો હતો. જે તને અલાઉદ્દીનને સોંપ્યો હતો.
અલાઉદ્દીનનું પ્રધાન મંડળ
→ વજીર (મુખ્યમંત્રી ) - દીવાને વર્જારાત
→ શાહી આદેશનું પાલન - ઈવાને ઇંશા
→ સૈન્ય મંત્રી - દીવાને આરીજ
→ વિદેશ વિભાગ - દીવાને રસાલ
અલાઉદ્દીન ખલજીના વહીવટી સુધારા
સૈન્ય સુધારા
→ ઈકતેદારોની સેના પર નિર્ભર રહેવાને બદલે તેણે દિલ્હીમાં સ્થાયી (કાયમી) સેનાની સ્થાપના કરી.
→ સાથે – સાથે ઇક્તેદારોની પાસે રહેલ સેનાના ઘોડા અને સૈનિકો માટે અનુક્રમે એક વિશિષ્ટ ઓળખ પદ્ધતિ – ડગ અને હુલિયા (ચહેરા) પદ્ધતિ દાખલ કરી.
→ સૈનિકોની વ્યવસ્થિત ભરતી કરવામાં આવતી હતી.
→ ઘોડેસવાર સૈનિકોને વેતન તરીકે 19.5% માસિક આપવામાં આવતા. (વાર્ષિક 238%)
→ તેણે સૈનિકોને જાગીર સ્વરૂપે અપાતા વેટનો નાબીડ કરી સામ્રાજ્યમાં આધુનિક વહીવટીતંત્રનો પાયો નાખ્યો.
અલાઉદ્દીનના બજાર નિયંત્રણ અધિકારી
→ બજાર નિયંત્રક : દીવાન – એ – રિયાસત
→ બજાર અધિક્ષક :: શહના – એ – મંડી
→ ન્યાય અધિકારી :: સરાય અદ્દલ
→ બજાર નિરીક્ષક :: બરીદ – એ – મંડી
→ જાસૂસ કે ગુપ્તચર :: મન્હેયાન
કૃષિ ક્ષેત્રે સુધારા
→ જમીનની વૈજ્ઞાનિક રીતે માપણી કરાવી.
→ ખેડૂતોની વાસ્તવિક આવક પર મહેસૂલ નક્કી કરવાનું કાર્ય કર્યું.
→ આ પ્રકારનો તે પ્રથમ ભારતીય શાસક ગણી શકાય.
મહેસૂલ (કર) અને લગાન વ્યવસ્થા
→ અલાઉદ્દીને લગાન (ખરાજ) પાકની કુલ ઊપજનો ½ નક્કી કર્યો હતો. તે પહેલો સુલતાન હતો, જેણે જમીનને માપીને કર વસૂલવો શરૂ કર્યો હતો, તેના માટે બિસ્વાને એક એકમ મનાયો હતો.
→ અલાઉદ્દીને બે નવા કર લાગુ કર્યા હતા. મકાન કર (ઘરઈ) અને ચરાઈ કર (ચરઈ)
→ મહેસૂલ એકત્રિત કરવા માટે તેણે દીવાન – એ – મુસ્ત ખરાજ નામક અધિકારીને નિયુક્ત કર્યા હતા.
→ અલાઉદ્દીન જમીન મહેસૂલ સૌથી વધુ એટલે કે 50% ઉઘરાવતો.