ધ્રુવસેન -2જો | Dhruvasen- 2

ધ્રુવસેન -2જો
ધ્રુવસેન -2જો (ઈ.સ. 626 - ઈ.સ. 643)


→ ધ્રુવસેન -2એ ધરસેન -3જા નો અનુજ (નાનો ભાઈ) હતો.

→ ઉપનામ : “બાલાદિત્ય”

→ તેમણે બાલાદિત્ય નામ ધારણ કર્યું જેનો અર્થ ઉદિત થતો સૂર્ય થાય છે.

→ પુત્ર : ધરસેન - 4

→ એના સમયમાં વલભીના મૈત્રક રાજાઓની કીર્તિ સમસ્ત ભારતવર્ષમાં પ્રસરી, કારણ કે તેને ઉત્તર ભારતના સમ્રાટ “હર્ષ” સાથે યુદ્ધ કર્યું હતું.

→ આ યુદ્ધમાં ધ્રુવસેનનો પરાજય થયો અને તેને નાંદીપુર (નાંદોદ) ના રાજા “દક્ષ બીજા”નો આશ્રય લેવો પડ્યો હતો.

→ તે સમ્રાટ હર્ષવર્ધનનો જમાઈ હતો.

→ આમ, સમ્રાટ હર્ષવર્ધનની પુત્રી લગ્નસંબંધથી “મૈત્રકો” સાથે જોડાયેલી.

→ તે પરમ માહેશ્વર હતો અને તેના પુરોગામીઓની જેમ બૌદ્ધ ધર્મને પણ પ્રોત્સાહન આપતો.

→ તે પણ શિલાદિત્ય-1ની જેમ દર વર્ષે મોક્ષ પરિષદ ભરતો.

→ તેમના સમયમાં ઇ.સ. 640માં ચીની યાત્રી યુ-એન-ત્સાંગે વલભીની મુલાકાત લીધી. (ગ્રંથ : સી-યુ-કી)

→ ધ્રુવસેન-2 ને ત્રિરત્ન (બુદ્ધ, ધર્મ, સંઘ)ની ઉપાસનામાં અનુરકત થયેલ કહ્યો છે.

→ પ્રશસ્તિમાં જણાવ્યા અનુસાર તે રાજતંત્ર અને શાલાતુરીય (પાણિનિય) તંત્રમાં નિષ્ણાંત હતો.

→ ધ્રુવસેન - 2જો “વ્યાકરણશાસ્ત્ર” અને “રાજનીતિશાસ્ત્ર”માં નિપુણ ગણવામાં આવ્યો છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post