ધરસેન -4થો | Dharsen - 4

ધરસેન -4થો
ધરસેન -4થો ( ઈ.સ. 643 - ઈ.સ. 650)


→ તે ધ્રુવસેન-2નો પુત્ર હતો.

→ ધરસેન – 4થો એ “ચક્રવર્તી” તરીકે નામાંકિત થયેલો.

મૈત્રક રાજાઓમાં ચક્રવર્તીનું મહાબિરૂદ ધારણ કરનાર તે પ્રથમ રાજા હતો.

→ પુત્રી : ભૂપા (દત્તકપુત્રી)

→ તે મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજા હતો.

→ વલભીના શરૂઆતના રાજાઓ માત્ર “મહારાજ” કહેવાતો, જ્યારે ધરસેન -4થો એ “પરમ ભટ્ટારક – મહારાજાધિરાજ – પરમેશ્વર” નું બિરુદ ધારણ કર્યું.

→ તે ચક્રવર્તી સમ્રાટ હર્ષનો દૌહિત્ર હતો.

→ તેને પુત્ર ન હતો.

→ ઈ.સ. 648માં ધરસેન-4એ ભરૂકચ્છમાં વિજય છાવણીમાંથી બે દાનશાસન ફરમાવ્યા હતા. એના દત્તક તરીકે પોતાની પુત્રી દુહિતા (રાજપુત્રી) ભૂપાનું નામ આવે છે, જે ગુજરાતનાં પ્રાચીન ઈતિહાસમાં પ્રથમ મહિલા સત્તાધિકારી હોવાનો પ્રથમ દાખલો છે.

રાજય વિસ્તાર : સૌરાષ્ટ્ર, ખેટક, ભરૂકચ્છ, શિવભાગપુર, સૂર્યાપર, આનર્તપુર, માલવા, વિધ્યાંચલ –સહયાદ્રિ

→ ધરસેન -4થાનો આશ્રિત કવિ ભટ્ટી દ્વારા “રાવણવધ” અથવા “ભટ્ટીકાવ્ય”નામના વ્યાકરણ પરના પ્રખ્યાત કાવ્યગ્રંથ રચ્યા હતા.

→ તેણે ઉત્તરાધિકારી તરીકે પિતરાઈ ભાઈ ધ્રુવસેન -3જાની પસંદગી કરી હતી.

→ તેના કુલ 4 દાનપત્રો ઉપલબ્ધ છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post