ગુપ્ત સામ્રાજયનું વહીવટીતંત્ર | Administration of the Gupta Empire

ગુપ્ત સામ્રાજયનું વહીવટીતંત્ર
ગુપ્ત સામ્રાજયનું વહીવટીતંત્ર


કેન્દ્રિય વહીવટીતંત્ર

→ રાજા

વડો : કેન્દ્રિય વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો

ઉપાધિ : ચક્રવર્તી, મહારાજાધિરાજ, વિક્રમાદિત્ય, પરમભટ્ટાર્ક, પરમેશ્વર, પરમભાગવત

રાજયની નીતિ : શાંતિ અને યુદ્ધના સમયમાં અને આક્રમણ સમયે સૈન્યનું સંચાલન

ન્યાયિક કાર્ય : તે સર્વોચ્ચ ન્યાયાધીશ હતો.

→ હિન્દુ ધર્મના નીતિ- નિયમોનુસાર પ્રજાને ન્યાય આપતો.


વહીવટી કાર્યો

→ કેન્દ્ર અને પ્રાંતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની નિમણૂંક

→ આધિપત્ય સ્વીકારનાર રાજ્યના વહીવટમાં તે દખલગીરી કરતો નહીં, વિદેશી બાબતો તેના વડપણ હેઠળ આવતી.

મંત્રીપરિષદ

→ રાજાને મદદ કરવા માટે એક મંત્રીપરિષદ રહેતી.

→ તેમની સાથે મંત્રણા કરી રાજા વહીવટીતંત્ર ચલાવતો.

પ્રાંતીય વહીવટીતંત્ર

નિમણૂક : રાજા દ્વારા

વડો
પ્રાંત (રાજ્ય) પ્રાંતોને ભૂક્તિ કે મંડળ પણ કહેતાં. ઉપરીક
જિલ્લો જિલ્લાને વિષય કહેતા હતા. વિષયપતિ
તાલુકો તાલુકાને વિથિ કહેતા વિથિપતિ
ગ્રામ વહીવટનું સૌથી નાનું એકમ ગ્રામધ્યક્ષ


ગુપ્ત સામ્રાજ્યનું ન્યાયતંત્ર

→ ગુપ્ત સામ્રાજ્યમાં મૃત્યુદંડની સજાનો અભાવ હતો. (ચીની પ્રવાસી ફાહિયાનના મતે)

ન્યાય વ્યવસ્થા

મહાદંડનાયક : મુખ્ય ન્યાયાધીશ

ઉપરીક : પ્રાંતમાં ન્યાય આપવાનું કાર્ય

વિષયપતિ : જીલ્લામાં ન્યાય આપવાનું કાર્ય

મુખી : ગામમાં સામાન્ય કિસ્સામાં ન્યાય આપતા


ગુપ્ત સામ્રાજ્યનું લશ્કરીતંત્ર

સર્વોચ્ચ વડો : રાજા

→ સૈન્યનો પગાર : રોકડમાં આપવામાં આવતો

લશ્કરી તંત્ર

રણભાંડાગારિક : શસ્ત્ર નિર્માણનું કાર્ય કરતો

સંધિવિગ્રહ : યુદ્ધ મંત્રી

મહાબાલાધિકૃત : લશ્કરી વડો

પીલુપતિ : હાથીઓની સેનાનો વડો

અશ્વપતિ : અશ્વદળનો વડો

નરપતિ : પાયદળનો વડો


ગુપ્ત સામ્રાજ્યનુ મહેસૂલી તંત્ર

આવકનો મુખ્ય સ્ત્રોત : જમીન મહેસૂલ

મહેસૂલી તંત્રનો સર્વોચ્ચ વડા : ગોપાશ્રમિન અને અક્ષપટલાધિકૃત

વડાનું કાર્ય : મહેસૂલ નક્કી કરવાનું, હિસાબ રાખવાનું

પુસ્તપાલ : દસ્તાવેજ તૈયાર કરી તેને દફતરે રાખવાનું કાર્ય કરતો. જમીનનું સર્વેક્ષણ અને માપ કરાવતો.

કર

→ કામાંદના "નીતિસાર" અને "નારદસ્મૃતિ"માં જણાવ્યા પ્રમાણે ગુપ્ત સામ્રાજયમાં
મહેસૂલનો દર : આવકનો છઠ્ઠો ભાગ

શુલ્ક : વેપાર- વાણિજ્ય કર

અન્ય કર : વિષ્ટિ (વેઠ) અને બલી (રાજાનો અધિકાર)

રાજાની આવક

→ રાજકુળની જમીન અને જંગલમાંથી મળતી આવક

→ ખાણોમાંથી મળતાં ખનીજ તત્વો અને રત્નો

→ મીઠાના ઉત્પાદન પર


ગુપ્ત સામ્રાજ્યના અન્ય અધિકારીઓ

મહાપ્રતિહાર : રાજમહેલના રક્ષકોનો વડો

સ્થપતિપાલ : રાજયમાં થતાં સમારોહો અને રાજમહેલના કાર્યક્રમોની વ્યવસ્થા

દૂતક : ગુપ્તચર તંત્ર સાથે સંકળાયેલ અધિકારી હતો.

કુમારામાત્ય : તે મુખ્યમંત્રી હતો અને અન્ય મંત્રીઓના કામકાજની દેખરેખ અને રાજકુમારોને તાલીમ અને માર્ગદર્શન આપતો.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post