ગુપ્તકાલીન અર્થવ્યવસ્થા | Gupta Economy

ગુપ્તકાલીન અર્થવ્યવસ્થા
ગુપ્તકાલીન અર્થવ્યવસ્થા


કૃષિ

જમીન

→ ગુપ્તકાળના અભિલેખોમાં વિભિન્ન ધર્મ સંસ્થાઓને જમીન ભેટ આપવામાં આવતી હતી, જેને ધર્મદેય કહેવામાં આવતી.

→ પ્રકાર : જમીનના મુખ્ય બે પ્રકાર
  1. ક્ષેત્ર : ખેડાતી જમીન
  2. અપ્રહત : પડતર જમીન

→ જમીનનું વર્ગીકરણ ફળદ્રુપતા અને ઉપયોગિતાના આધારે થતું.

જમીન માપણી : નિવર્તન, કુલ્યવાપ, દ્રોણવાપ શબ્દો વપરાતા.

મુખ્ય પાક : ઘઉં, જાવ, ડાંગર, કઠોળ, શાકભાજી, કપાસ અને શેરડી

પાકોથી અજાણ : બટાટા, ટામેટાં અને મકાઈથી અજાણ હતાં.

સિંચાઈ વ્યવસ્થા

→ સૌરાષ્ટ્રના જુનાગઢ મુકામે સ્કંદગુપ્તના સમયમાં સુદર્શન તળાવનું સમારકામ કરવામાં આવ્યું હતું.

કૂવામાંથી પાણી ખેંચવાની પદ્ધતિ પ્રચલિત હતી.

→ બંગાળમાં જળાશયોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો.

→ ખેતી મુખ્યત્વે વરસાદ આધારિત હતી.

ઘટ્ટીયંત્ર (અરઘટ્ટ)

→ આ પદ્ધતિ કૂવામાંથી પાણી ખેંચવા માટે પ્રચલિત હતી.

→ આ પદ્ધતિમાં ઘડા અને સાંકળને ચક્રગતિમાં રાખીને ઘડા સતત ભરાતા રહે અને બહાર ખેતરમાં બનાવેલા પાકા થાળમાં ખાલી થતાં રહે તેવી ગોઠવણી કરવામાં આવતી.

→ ઘટ્ટીયંત્રની મદદથી ખેતરમાં થતી સીંચાઈની પદ્ધતિનું મહત્વપૂર્ણ વર્ણન બાણભટ્ટના “ હર્ષચરિત” માં પણ જોવા મળે છે.

→ શેરડી જેવા પાકનું ઉત્પાદન ઘટ્ટીયંત્રની મદદથી કરવામાં આવતું.


ઉદ્યોગ


→ શ્રુમા અને પટ્ટવસ્ત્ર જેવી ઉત્તમ રેશમી કાપડની જાતો આ સમયમાં જોવા મળે છે.

→ માટીનાં વાસણો, ધાતુના ઓજારો, સોના - ચાંદીના આભૂષણો, હાથી દાંતની વસ્તુઓ, સુતરાઉ અને રેશમી કાપડ મોટા પ્રમાણમા ઉત્પાદિત થતી હતી.

વસ્તુઓની યાદી : અમરકોષ અને બૃહદસંહિતા તથા મંદસૌરના અભિલેખમાં

હુન્નર ઉદ્યોગ અને વેપાર વાણિજ્યના કેન્દ્ર : તક્ષશિલા, અહિક્ષત્ર, મથુરા, પાટલીપુત્ર, કોશામ્બી, ભરુચ

વેપાર – વાણિજ્ય

→ વેપારમાં સોનાના સિક્કા જાણીતા હતાં.

→ આ સિવાય ગુપ્ત રાજાઓએ તાંબા, ચાંદી અને સીસાના સિક્કાઓ પડાવ્યા હતા. તે વેપાર વાણિજયમાં વપરાતા.

→ ગુપ્ત વહીવટીતંત્રમાં અને સાર્થવાહ વહીવટીતંત્રમાં તે મોખરાનું સ્થાન ધરાવતા હતાં.

વેપારકેન્દ્રો : પાટલીપુત્ર એન ઉજ્જૈન રાજધાનીના શહેરો હોવા ઉપરાંત વેપાર વાણિજયના મહત્વના કેન્દ્રો હતા.

શ્રેણી (ઉદ્યોગપતિ)

→ વેપારીઓ અને કારીગરોને પોતાના સંગઠન હતાં. તેને શ્રેણી કહેવામાં આવતી.

→ શ્રેણીના સભ્યો માટે સંઘના નીતિ-નિયમો પાળવા અનિવાર્ય હતાં.

→ શ્રેણી ઘણીવાર મહાજન તરીકે ઓળખવામાં આવતી.

→ તેમનો સામાજિક દરજ્જો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કરતાં નિમ્ન કોટિના ગણાતો.


→ ભૂમીદાનની પ્રથાને કારણે ખેડૂતોનૂ સામાજિક દરજ્જો નિમ્ન કક્ષાનો બન્યો.

→ ગુલામી પ્રથા પણ ખેતીમાં જોવા મળે છે.

વાત્સાયનના "કામસૂત્ર" માં બલીકો (જમીનદારો) ની યાતનાઓનો ભોગ બનનાર દાસ - દાસીઓનું હ્રદયદ્રાવક વર્ણન જોવા મળે છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post