Visaldev Vaghela | વિસલદેવ વાઘેલા

વિસલદેવ વાઘેલા (ઈ.સ 1244 થી ઈ.સ. 1262)
વિસલદેવ વાઘેલા (ઈ.સ 1244 થી ઈ.સ. 1262)

→ પિતા : વીરધવલ

→ માતા : જયતલદેવી

→ પત્ની : નાગલ્લદેવી

→ મહાઆમાત્ય: તેજપાળ અને નાગડ

→ ઉપાધિ : અભિનવ સિદ્ધરાજ અને અપર અર્જુન

→ કવિઓ : સોમેશ્વર, નાનક, અરિસિંહ, અમરચંદ્ર

→ શાસન : ઈ.સ 1244 થી 1262

→ વિસલદેવ ધર્મિષ્ઠ, દાનવીર અને વિદ્યારસિક હતો.

→ વિસલદેવ વાઘેલા શિવભક્ત હતા.

→ વિસલદેવના સમયમાં ઈ.સ. 1256 થી ઈ.સ. 1259 દરમિયાન ત્રણ વર્ષનો લાંબોદુષ્કાળ પડ્યો હતો.

→ આ સમય દરમિયાન ભદ્રેશ્વરના “જગડુશા” એ પોતાના સંગ્રહમાંથી ગરીબોને સહાયતા કરેલી.

→ વિસલદેવ વાધેલા એ માળવા અને મેવાડ પર ચઢાઈ કરીને વિજય પ્રાપ્ત કર્યો.

→ ઈ.સ. 1261 માં મળેલા તામ્રપત્રોમાં વિસલદેવ માટે “અભિનવ સિદ્ધરાજ” અને “અપરાર્જુન” જેવા બિરૂદો પ્રયોજાયા છે.

→ વિસલદેવ વાઘેલાએ કડડ તળાવ અને ડભોઇ ના કિલ્લાનું અનુક્રમે નિર્માણ અને સમારકામ કરાવ્યુ.

→ પિતા વિરધવલના સમયમાં નવા બંધાયેલા, દર્ભાવતી (ડભોઇ) ના દુર્ગમાં આવેલા વૈદ્યનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્વાર કર્યો હતો.

→ વિરધવલના પુત્ર વિસલદેવે ધવલક્કના મહામંડલેશ્વર રાણક તરીકે કારકિર્દી શરૂ કરી હતી.

→ ત્રિભુવનપાલના મૃત્યુ પછી વિસલદેવે અણહિલપાટકના મહારાજાધિરાજની પદવી ધારણ કરી હતી.

→ તે પોતે અપુત્ર હોવાથી પોતાના સ્વર્ગસ્થ ભાઈ પ્રતાપમલ્લના પુત્ર અર્જુનદેવનો રાજ્યાભિષેક કરી તે મૃત્યુ પામ્યો.

→ સોમેશ્વરની યાત્રા કરી વિદ્વાન કવિ નાનકદેવને દાન આપ્યું હતું.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post