સિંકંદર લોદી
સિંકંદર લોદી (ઇ.સ. 1489 - ઇ.સ. 1517
→ મૂળનામ : નિઝામશાહ
→ શાસક તરીકે : બહલોલ ના મોત બાદ તેનો પુત્ર નિઝામશાહ, સુલતાન સિકંદરશાહના નામે 17 જુલાઇ, 1489 ના રોજ દિલ્હીનો શાસક બન્યો હતો.
→ ઉપનામ : “કુરકે ફિરોજ શાહી"
→ મંત્રી : મિયા ભૂઆ
→ રાજધાની : આગ્રા શહેર વસાવી તેને રાજધાનીનું નગર બનાવ્યું.
→ અહીં તેણે બાદલગઢના કિલ્લાનું નિર્માણ કરાવ્યુ હતું.
→ ઇ.સ. 1506 માં આગ્રા સિકંદર લોદીની રાજધાની બન્યું હતું.
→ નાગોરનું જ્વાલામુખી મંદિર તોડ્યું.
→ તે ગુજરાતના મહમુદ બેગડા અને રાજસ્થાનના રાણા સાંગાનો સમકાલીન હતો.
→ અજમેર, છંદેરી અને બિહાર જીત્યું.
સાહિત્ય
→ સિકંદર લોદી ગુલરૂખી નામે ફારસીમાં કવિતાઓ લખતો હતો.
→ તેણે સંગીત પર “લિજ્જત – એ - સિકંદરી” નામના ગ્રંથની રચના કરી હતી.
→ તેના સમયમાં ગાયન વિદ્યાના એક શ્રેષ્ઠ લિજ્જત –એ- સિકંદશાહીની રચના થઈ હતી.
→ સંસ્કૃતના આયુર્વેદિક ગ્રંથનું તેણે ફારસી “ફરહંદ - એ- સિકંદરી” તરીકે ભાષાંતર કરાવ્યું.
સુધારા
→ સિકંદરે અનાજ પર જકાત લેવાનું બંધ કર્યું હતું.
→ તેણે બ્રાહ્મણો પાસેથી ફરીવાર જજીયાવેરો લેવાનું શરૂ કર્યું હતું.
→ તેણે તાજિયા પર પ્રતિબંધ મૂક્યો હતો.
→ જમીનના માપ માટે એક વિશિષ્ટ પદ્ધતિ સિકંદર લોદીએ શોધી કાઢી હતી, જેને “સિકંદરી ગજ” કહેવામા આવે છે.
→ આ માપ 30 ઇંચ હતું જે ઘણા લાંબા સમય સુધી અમલમાં રહ્યું.
→ મૃત્યુ : 21 નવેમ્બર, 1517 ના રોજ આગરા ખાતે થયું.
સ્થાપત્ય
બહલોલ લોદીનો મકબરો
→ સિકંદર લોદી દ્વારા દિલ્હીમાં નિર્મિત આ મકબરામાં ત્રણ મેહરાબ અને પાંચ ગુંબજ છે . તેમ જ તે લાલ પથ્થરોમાંથી બનેલો છે.
મોઠની મસ્જિદ
→ સિંકંદર લોદી દ્વારા દિલ્હીમાં બંધાવાયેલી આ મસ્જિદ લોદીઓની સ્થાપત્યકળાનો સુંદર નમૂનો છે.