કુતુબુદ્દીન ઐબક | Qutubuddin Aibak (1206 -1210)

કુતુબુદ્દીન ઐબક
કુતુબુદ્દીન ઐબક (1206 -1210)

→ સ્થાપક : ભારતમાં તુર્કી રાજ્યનો સંસ્થાપક માનવમાં આવે છે.

ભારતમાં ગુલામ વંશ કે મામુલક વંશ ની સ્થાપના કરી.

→ ઐબક નો અર્થ : ચંદ્રનો દેવતા

→ રાજ્યાભિષેક : જૂન , 1206 ( લાહોર ખાતે)

→ રાજધાની : લાહોર અને દિલ્હી

→ ઉપાધિ : 1208 માં ઘોરીના ભત્રીજા ગ્યાસુદ્દીન મહમુદે ઐબકને દાસમુક્તિ પત્ર પ્રદાન કરીને તેને સુલતાનની ઉપાધિ પ્રદાન કરી હતી. તે લાખોમાં દાન કરતો હોવાથી "લાખબક્ષ" કહેવાયો.

→ હાથીઓનું દાન આપવાને કારણે તેને "પીલબક્ષ" કહેવાયો.

→ દરબારી રત્ન : હસનનિઝામી અને ફખ્રેમુદીર

→ મૃત્યુ: 1210 માં ચૌગાન (પોલો) રમતી વખતે લાહોરમા ઘોડા પરથી પડી જવાથી


સ્થાપત્યો

→ ઐબક એ સૂફી સંત ખ્વાજા કુતુબુદ્દીન બખ્તિયાર કાકીના નામે દિલ્હીમાં કુતુબમિનારનું નિર્માણ કરાવ્યુ હતું , જેનું નિર્માણ કાર્ય ઇલ્તુત્મિશ ધ્વારા પૃર્ણ કરવામાં આવ્યું.

→ દિલ્હીમાં કુવ્વત-ઉલ-ઇસ્લામ (જામા મસ્જિદ) નું નિર્માણ કરાવ્યુ.

સલ્તનતકાળના સુલતાનો દ્વારા તૈયાર કરાવાયેલી મસ્જિદોમાં સૌપ્રથમ કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ હતી.

→ વિગ્રહરાજ વિશળદેવ ચૌહાણ ધ્વારા બનવેલ અજમેરની સંસ્કૃત મહાવિદ્યાલયને તોડીને તેના સ્થાને કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દિન કા ઝોંપડાનું નિર્માણ કરાવ્યુ. (અઢી દિવસમાં કામ પૂરું થયું હતું.)

પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયનો નાશ કરનાર ઐબકનો સહાયક સેનાનાયક બખ્તિયાર ખીલજી હતો.



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post