ફિરોજશાહ તુઘલક
ફિરોજશાહ તુઘલક (ઇ.સ. 1351 - ઇ.સ. 1388)
→ રાજયાભિષેક : મુહમ્મદ બાદ તેના પિતરાઇ ભાઈ ફિરોજ તુઘલકનો રાજયાભિષેક કરવામાં આવ્યો.
→ ઉપાધિ : આધુનિક ઈતિહાસકાર એલફિન્સટને તેને સલ્તનત યુગનો અકબર કહ્યો છે.
→ શાસન : ઇ.સ. 1351 થી 1387
→ આત્મકથા : કુતુહત – એ- ફિરોજશાહી (ફારસી) (દિલ્હી નો એકમાત્ર સુલ્તાન જેને પોતાની આત્મકથા લખી)
→ સિક્કા : શશગની
→ અધ્ધા (Half જીતલના 50 %) અને બીપ (પા જીતલના 25%) નામના તાંબા અને ચાંદીના મિશ્રિત સિક્કાઓનું ચલણ શરૂ કર્યું હતું.
→ મંત્રી → ખાને – જહાં મકબૂલ
દરબારી ઈતિહાસકાર
→ શમ્સે – સિરાઝ – અફિફ
→ ઝિયાઉદ્દીન બરની ( રચના : તારીખ – એ – ફિરોજશાહી, ફતવા – એ- જહાંદારી)
સ્થાપત્ય
→ ફિરોજશાહે હિસાર, ફિરોજાબાદ, ફિરોજશાહ કોટલા કિલ્લો, ફતેહાબાદની સ્થાપના કરી.
→ ફિરોજશાહ કોટલા કિલ્લામાં એક મોટી જામા મસ્જિદ તેમજ કેટલીક અન્ય ઇમારતો દરગાહ – એ – શાહ આલમ, કાલી મસ્જિદ, બેગમપુરી મસ્જિદ વગેરે આવતી હતી.
→ તેને મુહમ્મદ બિન તુઘલક (જૂના ખાં) ની સ્મૃતિમાં જૌનપુરની સ્થાપના પણ કરી હતી.
→ ફિરોજશાહે તાશ – એ- ઘડિયાળ અને એક જળઘડિયાળનું પણ નિર્માણ કરાવ્યુ હતું.
→ તેણે અશોકના બે સ્તંભોને પણ દિલ્હીમાં મંગાવ્યા હતા. તેમાંથી એક મેરઠ અને એક ટોપરા (પંજાબ) થી લવાયો હતો.
→ ફિરોજશાહ તુઘલકના મકબરાનો ગુંબજ અષ્ટકોણીય ડ્રમ પર આધારિત હોવાથી એક વિશિષ્ટ સ્થાપત્યનો નમૂનો ગણાય છે.
→ ફિરોજશાહ તુઘલકે સૌથી વધુ નહેર બંધાવી હતી.
→ નવા કારખાના શરૂ કર્યા અને તેના માટે ગુલમોની ભરતી કરી . દીવાનો માટેનો આ વિભાગ “દીવાન એ બંદગાહ” બનાવ્યો.
→ તેણે ઓરિસ્સાનું જગન્નાથ મંદિર તોડી અને લૂટયું.
→ ફિરોજશાહને સલ્તનત યુગનો અકબર કહેવામાં આવે છે.
→ તેણે ફિરોજશાહ કોટલા કિલ્લો, હિસાર, જોનપુર, ફિરોઝાબાદ, ફતેહાબાદ જેવા શહેરો વિકસાવ્યા.
→ તેણે પોતાના વારસદાર તરીકે નાસીરુદીન મોહંમદ તુઘલકને જાહેર કર્યો.
ધાર્મિક નીતિ
→ દીવાન એ ખૈરાત / ઇસ્તિયાક
→ નિર્ધન મહિલાઓ અને બાળકોની આર્થિક સહાયતા માટે આ વિભાગની સ્થાપના કરી હતી
→ આ વિભાગ દાનધર્મ અને ધાર્મિક બાબતોને લગતો હતો.
રોજગાર
→ તેણે બેરોજગાર માટે રોજગાર વિભાગની સ્થાપના કરી હતી.
કર વ્યવસ્થા
ખરાજ
→ લગાન કે મહેસુલ
→ હિન્દુઓ પરનો જમીનકર
→ ઉત્પાદકતાનો 1/3 થી ½ ભાગ
ખુમ્સ
→ યુદ્ધમાં લૂંટાયેલા માલ પર લાગનારનો કર હતો.
→ યુદ્ધમાં લૂંટાયેલા ધનનો 1/5 ભાગ ખજાનાનો અને 4/5 ભાગ સૈનિકોનો રહેતો હતો.
જજિયો
→ હિન્દુઓ પર ધાર્મિક કર
→ બ્રાહ્મણો પાસેથી પણ કર વસૂલવામાં આવતો હતો.
જકાત
→ સંપત્તિ પરનો કર
→ આવકનો 2.5 % ભાગ મુસ્લિમો પાસેથી
અશ્ર
→ મુસ્લિમો પરનો જમીન કર
→ ઉત્પાદકતાનો 1/10 ભાગ
→ હક – એ શર્બ
સિંચાઇ
→ જે ઉપજનો 1/10 ભાગ રહેતો હતો
→ ફિરોજશાહ તુઘલકે સરકારી ઋણ માફ કરી દીધું હતું.
મહેસૂલ (લગાન)
→ કુલ પાક ઉત્પાદનનો ½ થી 1/3 ભાગ
ગુજરાત
ફિરોજશાહ તુઘલકના સમયમાં ગુજરાતના સૂબાઓ (ગવર્નર)
| સૂબો | વર્ષ |
| નિઝામ –ઉલ - મુલ્ક | 1351 – 1362 |
| ફઝરખાન ફારસી | 1362 – 1372 |
| ઝફરખાન 2 / દરિયાખાન | 1372 – 1374 |
| શમ્સુદ્દીન દામધાની | 1374 – 1380 |
| ફતેહ – ઉલ – મુલ્ક | 1380 – 1387 |
→ સૂબો ફતેહ – ઉલ – મુલ્ક બળવાન થતો જતો હતો. તેથી તેને તાબામાં રાખવા માટે “ઝફરખાન” ને ગુજરાતમાં મોકલવામાં આવ્યો હતો.
→ ફતેહ – ઉલ – મુલ્ક અને ઝફરખાન વચ્ચે યુદ્ધ થયું હતું અને તેમાં ઝફરખાન વિજયી બન્યો.
→ જે મેદાનમાં ઝફરખાનની જીત થઈ ત્યાં તેણે “જીતપુર” નામનું નાગર વસાવ્યું.