ધ્રોળ સત્યાગ્રહ
ધ્રોળ સત્યાગ્રહ (1931)
→ રાષ્ટ્રધ્વજ પરત મેળવવા ગુજરાતમાં ધ્રોળની પ્રજાએ કરેલો સત્યાગ્રહ.
→ સૌરાષ્ટ્રમાં હાલના જામનગર જિલ્લામાં આવેલા ધ્રોળના જૂના દેશી રાજ્યમાં રાજા દોલતસિંહ(1914–1939)ના સમયમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને કચડી નાંખવામાં આવતી.
→ પુરૂષોત્તમ ઉદ્દેશીએ ધ્રોળમાં સભા ભરી હતી અને સત્યાગ્રહની માહિતી લોકોને આપી હતી, આ પ્રસંગે ફરકાવેત રાષ્ટ્રધ્વજ પોલીસે જપ્ત કરી લીધો હતો.
→ રાષ્ટ્રવાદી નેતા પુરુષોત્તમ ઉદેશીને રાજ્યની પોલીસે માર્ચ 1931માં જેલમાં પૂરી ખૂબ મારવાથી લોકોમાં ભય ફેલાયો હતો.
→ ફૂલચંદભાઈ શાહે પાંચ સ્ત્રીઓ સહિત 54 સત્યાગ્રહીઓ સાથે ધ્રોળ જઈ 26 મે, 1931ના રોજ સરઘસ કાઢી, દરબારગઢ ચોકમાં સભા ભરી ધ્વજ સોંપી દેવાની માગણી કરી.
→ પોલીસે સત્યાગ્રહીઓ ઉપર લાઠીચાર્જ કર્યો અને સખત વરસાદ હોવા છતાં પણ સત્યાગ્રહીઓ ખસ્યા નહીં.
→ રાજકોટના કેટલાંક વકીલો રાજા અને દીવાનને મળ્યા અને ધ્વજ પાછો આપવાની વિનંતી કરી, પરંતુ રાજાએ તેન ઈન્કાર કરી દીધો.
→ 30 મે, 1931ના રોજ ધોલેરા, બરવાળા, ભાવનગર વગેરે સ્થળેથી આવેલા સત્યાગ્રહીઓ સભા, સરઘસ તથા ઉપવાસમાં જોડાયા.
→ 31 મે, 1931ના રોજ પોલીસે ધ્વજ પરત કર્યો ત્યારે લોકોએ વિજયનો ઉત્સવ ઊજવ્યો.