ધોલેરા સત્યાગ્રહ
ધોલેરા સત્યાગ્રહ
→ ધોલેરા-અમદાવાદ જિલ્લાના કાર્યકારો અને સૌરાષ્ટ્રના કાર્યકારો પૈકી અમૃતલાલ શેઠ, બળવંતરાય મહેતા, મોહનલાલ મહેતા, રસિકલાલ પરીખ, લક્ષ્મીદાસ દાણી, ઝવેરચંદ મેઘાણીએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
→ આ ઉપરાંત બરવાળા, ધંધૂકા, રાણપુર વગેરેના નાગરિકોએ હજારોની સંખ્યામાં ભાગ લીધો હતો.
→ સરકારે જપ્તી-દંડ, લાઠીમાર અને જેલની સજા દ્વારા સત્યાગ્રહને દાબી દેવા પ્રયત્ન કર્યો હતો.
→ ધોલેરા છાવણીના કાર્યકરોને કેટલાક ગુંડાઓનો ત્રાસ હતો. સરદાર પૃથ્વીસિંહે આ છાવણીને પજવતા લોકોને સીધા કરવાનું કામ સંભાળ્યું હતું.
→ પોલીસે તેમને પકડવાનો પ્રયત્ન કરેલો પરંતુ તેઓ હાથતાળી આપીને જતા રહ્યા.
→ આ જ સત્યાગ્રહ દરમિયાન ધંધૂકાની કોર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ઝવેરચંદ મેઘાણીએ તેમનું પ્રખ્યાત ગીત ગાયેલું અને હાજર રહેલા બધાંનાં હૃદયોને આદ્ર બનાવ્યાં હતાં -
→ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ
કલેજાં ચીરતી, કંપાવતી અમ ભયકથાઓ
મરેલાનાં રુધિર, ને જીવતાનાં આંસુડાંઓ
સમર્પણ એ સહુ ત્યારે કદમ પ્યારા પ્રભુઓ'