Battle of Khanwa (ખાનવા યુદ્ધ)

ખાનવા યુદ્ધ
ખાનવા યુદ્ધ

→ ખાનવાનું યુદ્ધ બાબર અને મેવાડના રાણા સાંગા વચ્ચે 16 માર્ચ, 1527ના રોજ 'ખાનવા' નામના સ્થળે થયું હતું.

→ 16 માર્ચ, 1527ના રોજ આગ્રાથી પશ્ચિમે 37 કિમી.ના અંતરે ખાનવા મુકામે મુઘલો તથા રાજપૂતોનાં સૈન્યો વચ્ચે ભીષણ લડાઈ થઈ.

→ જયારે બાબરે અફઘાન બળવાખોરોને કચડી નાખવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણા અફઘાન સરદારો રાણા સાંગાના આશ્રયસ્થાનમાં આવ્યાં હતા.

→ રાણા સાંગાના નેતૃત્વ હેઠળ મારવાડ, અંબર, ગ્વાલિયર, અજમેર, ચંદેરી, કોટા, બુંદી, રામપુર, આબુ, ઝાલોર વગેરે રાજ્યોના રાજપૂત રાજાઓ જોડાયા.

→ આ યુદ્ધમાં રાણા સાંગાની સાથે હસનખાન મેવાતી, મહમંદ લોદી, આલમખાન લોદી તથા મેદનીરાયે ભાગ લીધો હતો.

→ રાણો સાંગા તીરથી ઘવાયો, તેને બેભાન સ્થિતિમાં દૂર લઈ જવામાં આવ્યો. તેમને યુદ્ધસ્થળથી બહાર પાલખીમાં લઇ જવાથી સેનામાં નિરાશા વ્યાપી ગઇ. સાથે જ કેટલાક સૈનિકોએ પક્ષબદલો કરીને બાબરની સાથે ભળી ગયા.

→ રાજપૂતો બહાદુરીથી લડ્યા; પરંતુ કટોકટીની પળે સિલહદ નામનો રાજપૂત સરદાર વિશ્વાસઘાત કરી દુશ્મનો સાથે ભળી ગયો. તેથી રાજપૂતો હાર્યા.

→ ભારતના ઇતિહાસમાં ખાનવાનું યુદ્ધ નિર્ણાયક યુદ્ધ ગણાય છે.

→ રાણા સાંગાએ 1509 થી 1528 સુધી મેવાડ પર શાસન કર્યું હતું. તેમણે વિદેશી આક્રમણો સામે તમામ રાજપૂતોને એક કર્યા હતા અને વિદેશી આક્રમણનો સામનો કર્યો હતો. રાજપૂત સંઘનો નેતા રાણો સાંગા યુદ્ધમાં ઘાયલ થયો અને એકાદ વર્ષમાં માત્ર 46 વર્ષની વયે મરણ પામ્યો.

→ બાબરે ખાનવાના યુદ્ધમાં વિજય મેળવી 'ગાજી'નું બિરૂદ ધારણ કર્યું હતું.

→ આ યુદ્ધે ઉત્તર ભારતમાં સર્વોચ્ચ સત્તા સ્થાપવાના રાજપૂતોના આખરી પ્રયાસનો અંત આણ્યો.

→ ભારતમાં મુઘલોની સત્તા સ્થપાઈ, જે વિકાસ પામીને ત્રણ સદીથી વધુ સમય સુધી ટકી રહી.

→ ખાનવા ગામમાં રાજસ્થાન સ્ટેટ હેરિટેજ પ્રમોશન ઓથોરિટી તરફથી રાણા સાંગા સ્મારક વર્ષ 2007માં એક પહાડી પર બનાવવામાં આવ્યું.

→ સ્મારક સ્થળ પર ભારતના ઇતિહાસના મહત્વના વળાંકવાળા આ યુદ્ધમાં ભાગ લેનારા 40 યોદ્ધાઓની મૂર્તિઓ પણ ગેલેરીમાં લગાવવામાં આવી છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post