મૌર્ય શાસનવ્યવસ્થા | Mauryan system of government

મૌર્ય શાસનવ્યવસ્થા
મૌર્ય શાસનવ્યવસ્થા

વહીવટીતંત્ર
→ કેન્દ્રિય વડો – રાજા

→ પ્રાંતીય વડો – માંડલિક (સૂબો, રાજ્યપાલ)

→ પ્રાદેશિક વડો – સ્થાનિક

→ ગ્રામ્ય વહીવટી વડો – ગ્રામીણ


કેન્દ્રિય વહીવટીતંત્ર

→ કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ ચન્દ્ર્ગુપ્ત મૌર્યના 27 ખાતાં.

→ રાજા – રાજ્યતંત્ર – વહીવટી તંત્રનો વડો

કાર્ય
→ મંત્રીમંડળની નિમણૂક કરતો.

→ કરવ્યવસ્થા, કાયદો, ન્યાય, યુદ્ધ અને વિદેશી બાબતોમાં રાજાનો નિર્ણય અંતિમ

રાજકુમાર
→ મુખ્યમંત્રીની અને રાજાની ગેરહાજરીમાં રાજયનો વહીવટ

મંત્રી પરિષદ
→ મંત્રી પરિષદમાં અનેક મંત્રીઓ કાર્ય કરતા હતા.

→ આ મંત્રીઓને અમાત્ય, મહામાત્ર અને અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવે છે.

→ દરેક વિભાગના ટોચના અધિકારીઓ “તીર્થ” તરીકે ઓળખાતા હતા.


મહામંત્રી : મંત્રીમંડળ માં સ્થાન અગત્યનું હોય છે.

સમાહર્તા : મહેસૂલ ખાતાનો મંત્રી

પ્રશસત્રી : પરરાજયો સાથેના સંબંધોના લગતા ખાતાનો મંત્રી

સેનાની : લશ્કરનું ખાતું સંભાળતો

સર્વોચ્ચ સેનાધિપતિ : રાજા

પુરોહિત : ધર્મખાતાનો મંત્રી

સંનિધાત : કોષ્ઠાગાર (કોઠાર, કોશ) નો મંત્રી

સૌથી મોટો અધિકારી : મહામંત્રી,પુરોહિત, સેનાની અને યુવરાજ


પ્રાંતીય વહીવટીતંત્ર

→ પ્રાંતીય, પ્રાદેશિક અને ગ્રામ્ય વહીવટ કેન્દ્રિય નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યાં હતાં.

પ્રાંત (મંડળ વિભાગ)

વડો : માંડલિક

અન્ય નામ : સૂબો, રાજયપાલ

→ આ પદ ઉપર મોટે ભાગે રાજકુમારોની નિમણૂંક કરવામાં આવતી હતી.

જિલ્લો

વડો : સ્થાનિક

→ અન્ય નામ : સમાહર્તા

કાર્ય : મહેસૂલ ઉધરાવવું, કાયદો અને વ્યવસ્થા

→ જિલ્લો સ્થાનીય કહેવાતો.

→ સમાહર્તા આધુનિક ભારતમાં કલેકટર સમકક્ષ હતો.

→ વહીવટી તંત્રનો વડો હતો.

→ સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર તેના હાથ નીચે હતું.

તાલુકો

વડો : ગોપ

→ અધિકારીઓમાં સૌથી નાનો ગોપ હતો, દસ ગામને સંભાળતો

→ તાલુકો, જેને “સંગ્રહણ” કહેતો.

ગામ

→ વડો : ગ્રામીણ

→ ગામનો મુખ્ય અધિકારી


સૈન્ય વ્યવસ્થા

→ લશ્કરી સમિતિ (ઇન્ડિકા ગ્રંથ મુજબ)

→ સભ્યો : 30

→ વડો : સેનાની

→ સર્વોચ્ચ સેનાપતિ : રાજા

→ અંતપાલ : કિલ્લાની સુરક્ષા કરનાર ( મેગેસ્થનિસની નોંધ)

→ ગ્રીક લેખક જસ્ટિસના મત અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યની સેનાના છ વિભાગ હતાં.

→ પાયદળ (6 લાખ), અશ્વદળ (30 હજાર), હાથીદળ (9 હજાર), રથદળ (8 હજાર), નૌકાસેના, સેવાદળ


પાટલીપુત્ર વહીવટી તંત્ર

→ રાજધાની : પાટલીપુત્ર

→ સભ્યો : કુલ 30

→ પાંચ – પાંચ સભ્યોની 6 સમિતિઓ પાટલિપુત્રનું વહીવટી તંત્ર સંભાળતી

→ મુદ્રા વિભાગ : આધુનિક સમયમાં જેને આપણે પાસપોર્ટ વિભાગ કહીએ છીએ તે

→ વહીવટી બોર્ડ : વહીવટી માટે બોર્ડ રચવામાં આવ્યાં.


મૌર્યયુગની ન્યાયવ્યવસ્થા

→ સર્વોચ્ચ ન્યાયાધીશ : રાજા

→ સહાયક ન્યાયાધીશો : રાજા નિમણૂક કરતાં

→ પ્રાંત અને તાલુકા : ન્યાયનું કાર્ય કરનાર અધિકારીઓ હતાં

→ ગ્રામ્ય : પંચાયત અદાલતનું કાર્ય કરતી.

અદાલતો

→ ધર્મસ્થિત : આ અદાલત દીવાની કાર્ય સાથે સંકળાયેલી હતી.

→ કંટકશોધન : આ અદાલત ફોજદારી કાર્ય સાથે સંકળાયેલી હતી.

→ ફોજદારી ગુના માટે આકરી સજાઓ હતી.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post