જયશિખરી ચાવડા | Jayshikhari Chavada

જયશિખરી ચાવડા
જયશિખરી ચાવડા

પત્ની : રૂપસુંદરી

પુત્ર : વનરાજ ચાવડા

→ મૈત્રક વંશનું પતન થતાં જયશિખરી ચાવડા એ પોતે સ્વતંત્રતા જાહેર કરી, પંચાસરને રાજધાની બનાવી અને રાજયની સ્થાપના કરી.

ચાવડા વંશના પ્રથમ રાજા

→ ચાપોટક (ચાવડા) નો પ્રથમ નિર્દેશ ચાલુક્ય રાજા અવનિજનાશ્રયના નવસારી તામ્રપત્રમાથી મળે છે.

પ્રબંધ ચિંતામણિ અને રત્નમાલા (કૃષ્ણ કવિની) ગ્રંથ મુજબ જયશિખરી ચાવડા નું શાસન પંચાસર હતું.

→ પંચાસરના બારોટે રાજા ભુવડના દરબારમાં જઈ રાજા ચાવડા જયશિખરીની વીરતા અને પંચાસરની વીરતા અને સમૃધ્ધિ વિશે વખાણ કર્યા.

→ આથી રાજા ભુવડ (મિહિર રાજા) તેના સેનાપતિને મિહિરપાળને પંચાસર પર આક્રમણ કરવા મોકલ્યો હતો ત્યારે જયશિખરી ચાવડાના સાળા સુરપાળ તેમનો સામનો કરે છે અને તેમને ભગાડી મૂકે છે.

→ ત્યારબાદ રાજા ભુવડ પોતાનું સૈન્ય લઈને પંચાસર પર ચડાઈ કરે છે. આ યુદ્ધ 52 જેટલા દિવસ સુધી ચાલ્યું હતું.

→ આ યુદ્ધમાં જયશિખરી ચાવડાને જીતવું મુશ્કેલ જણાતા જયશિખરી ચાવડાએ પોતાની સગર્ભા રાણી રૂપસુંદરીને પોતાના સાળા સુરપાળ જોડે સુરક્ષિત રીતે જંગલમાં મોકલવામાં આવ્યા હતા.


→ અંતે જયશિખરી ચાવડા યુદ્ધ માં વીરગતિ થયા અને રાજા ભુવડે પંચાસર રાજય પોતાના હસ્તે કર્યું.


→ રાણી રૂપસુંદરીએ વનમાં બાળકને જન્મ આપ્યો હોવાથી જન્મેલ બાળકનું નામ વનરાજ રાખવામા આવ્યું હતું.



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post