→ જૂનાગઢ-ગિરનારમાં સમ્રાટ અશોકનો લેખ કોતરેલો છે તે જ શૈલ પર આવેલા ક્ષત્રપ રાજા રુદ્રદામા 1લા અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના શિલાલેખોને આધારે આ પ્રાચીનતમ તળાવ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે.
→ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રિય (રાજયપાલ) વૈશ્ય પુષ્યગુપ્તે ઊર્જયન્ત (ગિરનાર) માંથી નીકળતી સુવર્ણરસિકતા નદીના આડે સેતુ (બંધ) બાંધ્યો તે 'સુદર્શન તળાવ' તરીકે ઓળખાયું. ગુજરાતમાં ચંદ્રગુપ્ત મૌર્યનુ શાસન ઇ.સ 322-298 માં હતું.
→ ચક્રવર્તી અશોકના સમયમાં તેમના રાજયપાલ યવનરાજ તુષાષ્ફે તેમાંથી નહેરો ખોદાવી હતી. ગુજરાતમાં અશોકનુ શાસન ઇ.સ.273-237 સુધી હતું.
→ આ સરોવર ભારતના ઇતિહાસમાં પ્રથમ બંધ ગણાય છે.
→ આ સુદર્શન તળાવનો સ્પષ્ટ નિર્દેશ કૌટિલ્યના 'અર્થશાસ્ત્ર' માં કર્યો છે.
→ મહાક્ષત્રપ રુદ્રદામાના શીલાલેખમાં જણાવ્યા મુજબ આ સેતુ માટી અને પથ્થરમાંથી બાંધ્યો હતો.
→ ડો.ર.ના. મહેતાએ નવેસરથી સુદર્શન સરોવર સ્થળની તપાસ કરીને તારણ કાઢયું છે, કે આ સેતુ ઉપરકોટની પાસેથી પસાર થતો હતો અને ધારાગઢ દરવાજાની અંદર થઇને ખાપરા કોડીયાની ગુફાઓ પાસે થઇ જોગણિયા ડુંગર સુધી લંબાયેલો હતો.
→ આ સેતુ એક કિલોમીટર લાંબો હતો. પાયો 100 મીટર પહોળો હતો જેનો ઉપરનો ભાગ 11 મીટર પહોળો હતો. તેની ઊંચાઇ 17 મીટર હતી. જેમા ઈંટની લંબાઇ 19" થી 22" જોવા મળે છે.
→ મહાક્ષત્રપ સ્વામી ચાષ્ટનના પૌત્ર તથા ક્ષત્રપ જયદામાના પુત્ર મહાક્ષત્રપ રૂદ્રદામાના સમયે ભારે વરસાદથી સુવર્ણરસિકતા, પલાશિની નદીઓમાં ભારે પુર આવ્યુ તેથી તળાવનો બંધ ઇ.સ.150 માં તૂટી ગયો.
→ જેમા 420 હસ્ત લાંબુ તથા 420 હસ્ત પહોળુ અને 75 હસ્ત ઊંડુ ગાબડું પડયું હતું.
→ ત્યારે આનર્ત - સુરાષ્ટ્રના પાલન અર્થે નિમાયેલા પલવ કુલૈપ-પુત્ર અમાત્ય સુવિશાખે તૂટેલા બંધના નિર્માણ માટે રાજાને પ્રસ્તાવ મોકલ્યો પરંતુ દરબારમાં તેનો વિરોધ થયો.
→ રૂદ્રદામાના રાજયપાલ સુવિશાખે સ્વામીના ધર્મ-કિર્તી યશની અભિવૃદ્ધિ કરવા માટે સમારકામ યોજના પાર પાડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.
→ તેથી મહાક્ષત્રપ રૂદ્રદામાએ કોઇ પણ કર લીધા વિના પોતાના કોશ માંથી ઘન કાઢીને ટૂંક સમયમાં જ દુર્દશન થઇ ગયેલા સુદર્શન તળાવને વધુ સુદર્શન કરાવ્યું.
→ ઇ.સ.150 માં સમારાવેલુ આ સુદર્શન તળાવ લગભગ ત્રણ શતક સુધી મજબુત રહ્યો પરંતુ ઇ.સ.455 ફરી અતિવૃષ્ટી થતા તૂટી ગયો.
→ ગુપ્તકાળમાં આ તળાવને સ્કંદગુપ્તના સુબા પર્ણદત્તે તેના પુત્ર ચક્રપાલિતની મદદથી ઇ.સ.456 માં ફરીથી બંધાવ્યું અને ત્યાં ઇ.સ.457 માં ચક્રધારી વિષ્ણુનું ભવ્યમંદિર પણ બંધાવ્યું.
→ કાકુએ જેમ સિંધના રાજાને બોલાવી વલ્લભીપુરનો નાશ કર્યો, તેમજ માધવે અલાઉદ્દીનને નોતરુ મોકલ્યુ અને ગુજરાત લૂંટાવ્યું.
Question & ANswer
સુદર્શન તળાવ (સરોવર) કોણે બંધાવ્યું હતું?
→ ચંદ્રગુપ્તમોર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્તે
સુદર્શન તળાવ કઈ નદી પર બંધવામાં આવ્યો હતો?
→ સુવર્ણરસિકતા નદી (સૌનરેખા)
સુદર્શન તળાવમાંથી કોણે નહેરો કઢાવી હતી?
→ અશોકના સુબા તુષાષ્ફે
પ્રજા પાસેથી કર લીધા વિના પૂરના કારણે દુદર્શન થઈ ગયેલા તળાવના જીર્ણોદ્વાર કોણે કર્યા?