હડપ્પીય સભ્યતાનો વિસ્તાર | Area of Harappan Civilization
byDigvijay Pargi -
0
હડપ્પીય સભ્યતાનો વિસ્તાર
હડપ્પીય સભ્યતાનો વિસ્તાર
→ હડપ્પીય સભ્યતાના ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા છે.
→ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, પાકિસ્તાન-અફઘાનિસ્તાનના કેટલાક ભાગો અને જમ્મુ કાશ્મીરના કેટલાક પ્રદેશોનો તેમાં સમાવેશ થાય છે.
→ જમ્મુ-કાશ્મીરમાં માંડા
→ પશ્ચિમ પંજાબના એટલે કે, હાલના પાકિસ્તાનના હડપ્પા
→ સિંઘ-પાકિસ્તાનના મોહે-જો-દડો અને ચાન્હુદડો
→ ગુજરાતમાં લોથલ, રંગપુર અને ધોળાવીરા, ભાગાતળાવ (સુરત)
→ રાજસ્થાનમાં કાલીબંગન
→ હરિયાણામાં બનાવાલી અને રાખીગઢી
→ ઉત્તર પ્રદેશમાં આલમગીરપુર
→ પશ્ચિમમાં છેક મકરાણ તટ પર આવેલ સુતકાન્જેન્ડોરનો સમાવેશ થાય છે.
→ આ બધા સ્થળો ભારતનાં ઉત્તર-પશ્ચિમ ભાગમાં ફેલાયેલાં છે.
→ રાવી નદીના કિનારે આવેલ હડપ્પા
→ સિંધુના કિનારે આવેલ મોહેં-જો-દડો
→ ગુજરાતમાં ભોગાવો નદીના કિનારે આવેલ લોથલ
→ રાજસ્થાનમાં ધધ્ધર-હાકરા નદી કિનારે આવેલ (જેને લુપ્ત સરસ્વતી નદી પણ કહેવામાં આવે છે.)
→ કાલીબંગન તથા કચ્છમાં મળી આવેલ ધોળાવીરા
→ આખીએ સભ્યતામાં વાતાવરણ અને તેમની જીવનપદ્ધતિ એક જ પ્રકારની દેખાય છે.
→ અહીંયાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિએ સૌપ્રથમ કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલી અર્થવ્યવસ્થા ઊભી કરી.
→ વધારાના ઉત્પાદનને કારણે ક્રમશ: તે હડપ્પીય સભ્યતામાં પરિવર્તિત થઈ શહેરીકરણ સાથે સંકળાયેલાં લક્ષણો જેમકે નગર-આયોજન, ગટરયોજના, વેપાર-વાણિજય, શાસનવ્યવસ્થા, કરવ્યવસ્થા, લિપિ અને શહેરી સાંસ્કૃતિક લક્ષણો આ સભ્યતામાં આપણને દેખાય છે. આ રીતે જોતાં સભ્યતાની તમામ લાક્ષણિકતાઓ હડપ્પીય સભ્યતામાં જોવા મળે છે.