→ તાજેતરમાં મેક્સિકોના પુરાતત્વોવિદ્દોએ 'ઝેપોટેક સંસ્કૃતિ' માંથી 1400 વર્ષ જૂનો એક કબર શોધી કાઢ્યો છે.
→ આ કબરમાં સારી રીતે સચવાયેલી વિગતો છે, જેમાં ચાંચમાં માણસ સાથે પહોળી આંખોવાળા ઘુવડનું શિલ્પ, બહુરંગી ભીંતચિત્રો અને કેલેન્ડરિક કોતરણીનો સમાવેશ થાય છે.
→ આ કબરો સ્વદેશી અંતિમ સંસ્કાર પરંપરાઓ અને સામાજિક સંગઠન વિશે દુર્લભ સમજ આપે છે.
→ ઝેપોટેક સભ્યતા એ મેક્સિકોની સૌથી જૂની અને પ્રભાવશાળી સ્વદેશી સંસ્કૃતિઓમાંની એક હતી.
→ આ સભ્યતા મુખ્યત્વે દક્ષિણ મેક્સિકોના ઓક્સાકા ખીણ પ્રદેશમાં વિકસી હતી.
→ ઝેપોટેક સંસ્કતિનો પ્રારંભ ઈ.સ.પર્વે 700ની આસપાસ થયો હતો.
→ તેનો સૂવર્ણકાળ ઈ.સ.200 થી 700 દરમિયાન રહ્યો
→ તેઓ ‘વાદળના લોકો’ (People of the Clouds) તરીકે ઓળખાતા હતા, કારણ કે તેઓ પહાડી વિસ્તારોમાં રહેતા હતા.
→ મોન્ટે આલ્બાન તેની રાજધાની હતી, જેમાં પ્રભાવશાળી જાહેર સ્થાપત્ય અને ઉમરાવોને સામાન્ય લોકોથી અલગ પાડતી એક વિશિષ્ટ સામાજિક વંશવેલો હતો.
→ શિકારી–સંગ્રહી સમાજમાંથી ઉભરી આવતા, ઝેપોટેક લોકોએ ખેતી તરફ સંક્રમણ કર્યુ તથા વણાટ, માટીકામ અને પથ્થરના ચણતરમાં કુશળતા વિકસાવી હતી.
→ તેઓએ મેસોઅમેરિકાની પ્રથમ લેખન પદ્ધતિઓ પૈકીની એક (Hieroglyphics) વિકસાવી હતી.
→ તેમની પાસે ચોક્કસ કેલેન્ડર પ્રણાલી હતી જેનો ઉપયોગ તેઓ ખેતી અને ધાર્મિક વિધિઓ માટે કરતા હતા.
→ પથ્થરોમાંથી બનાવેલા વિશાળ સ્મારકો અને ભુગર્ભ કબરો તેમની કુશળતા દર્શાવે છે.
→ આશરે ઈ.સ. 800-900ની આસપાસ મોન્ટે આલ્બાન શહેરનું મહત્વ ઘટવા લાગ્યું. તેનું ચોક્કસ કારણ હજુ રહસ્ય છે, પરંતુ યુદ્ધો, સંસાધનોની અછત અથવા પડોશી ‘મિક્સટેક' પ્રજાના આક્રમણને કારણે તેમનું પતન થયું હોવાનું મનાય છે.
ધર્મ અને સંસ્કૃતિ
→ બહુદેવવાદ: તેઓ અનેક દેવી-દેવતાઓમાં માનતા હતા. તેમના મુખ્ય દેવતાઓમાં કોસીજો (Cocijo) (વરસાદના દેવતા) અને પિતાઓ કોઝાબી (Pitao Cozobi) (મકાઈના દેવતા)નો સમાવેશ થતો હતો.
→ લેખન કલા: મેસોઅમેરિકામાં લેખન પદ્ધતિ અને કેલેન્ડર વિકસાવનારી સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક ઝેપોટેક હતી.
→ સામાજિક માળખું: તેમનું સમાજ વંશપરંપરાગત શાસકો, પુરોહિતો અને સામાન્ય ખેડૂતોમાં વહેંચાયેલું હતું.