Homeભારતમાં યુરોપીયન પ્રજા પોર્ટુગીઝો (ફિરંગી) | Portuguese (firangi) byDigvijay Pargi -June 29, 2025 0 પોર્ટુગીઝો (ફિરંગી) વાસ્કો-દ- ગામા → ભારતમાં આવનાર વાસ્કો-દ- ગામા સૌપ્રથમ પોર્ટુગીઝ હતો. → ઈ.સ. 1498માં પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળેલો વાસ્કો-દ- ગામા 17મે, 1498ના રોજ ભારતના પશ્વિમ કિનારે કાલિકટ (કેરળ) બંદરે આવ્યો હતો. → વાસ્કો-દ- ગામા એક ગુજરાતી ખલાસી “અહમદ ઈબ્ન મજીદ” ની સહાયથી ભારત પહોચવામાં સફળ થયો હતો. → કાલિકટમાં રાજા સામુદ્રીક (ઝામોરિન) રાજય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને મરીમસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. → પોર્ટુગીઝોએ ઈ.સ. 1503માં કોચીન (ભારતમાં પ્રથમ પોર્ટુગીઝ કિલ્લો) અને ઈ.સ. 1505માં કન્નુરમાં કિલ્લા બાંધ્યા. પેડ્રો અલ્બ્રેજ ક્રેબાલ → પેડ્રો અલ્બ્રેજ ક્રેબાલ ભારતમાં આવનાર બીજો પોર્ટુગીઝ હતો. → 31 ડિસેમ્બર, 1500 ના રોજ ભારત આવ્યો હતો. ફ્રાન્સિસ્કો – ડી – અલ્મેડા (ઈ.સ.. 1505 - ઈ.સ. 1509) → પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર : ઈ.સ. 1505માં પોર્ટુગલે પોતાના વાઈસરૉય ફ્રાન્સિસ્કો – ડી – અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો હતો. → તેણે ભારતમાં શાંત જળની નીતિ અપનાવી હતી. Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો અલ્ફાન્ઝો – ડી – આલ્બુકર્કે → બીજો પોર્ટુગીઝ ગવર્નર : વાઈસરૉય અલ્ફાન્ઝો – ડી – આલ્બુકર્કે ગોવા સહિત કેટલાંક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. → કોચીનને પોતાનું વડુમથક બનાવ્યું. → બીજાપુરના શાસક યૂસુફ આદિલશાહ પાસેથી ગોવા જીત્યું. પોર્ટુગીઝ શક્તિશાળી નૌકાસત્તા બન્યા. → તેની સાથે પ્રસિદ્ધ સંત ફ્રાન્સિકો ઝેવિયર ભારત આવ્યો હતો. → તેમણે સેનમાથા (મદ્રાસ), હુગલી (બંગાળ) અને દીવ (કાઠીયાવાડ)માં પોર્ટુગીઝ વસાહતોની સ્થાપના કરી. → તેણે કોચીનમાં એક કિલ્લો બંધાવ્યો. નીનુ – ડી – કુન્હા → ઈ.સ. 1530માં તેણે કોચીનની જગ્યાએ ગોવાને પોતાની રાજધાની બનાવી. → ગુજરાતનાં સુલતાન મહમુદ બેગડાના અવસાન બાદ ગુજરાતનાં કિનારા પર પોર્ટુગીઝોનો પ્રભાવ વધ્યો હતો. → મુઘલ બાદશાહ હુમાયુંની વિરુદ્ધ લડવામાં ગુજરાતના સુલતાન બહાદુરશાહે પોર્ટુગીઝોની મદદ લીધી હતી તેથી દીવ અને દમણ પર પોર્ટુગીઝોનું વર્ચસ્વ સ્થપાયું. → ગોવાના ગવર્નર નીનુ – ડી – કુન્હા દ્વારા ષડયંત્રથી બહાદુરશાહને જહાજ પર બોલાવી તેની હત્યા કરવામાં આવી. જીતેલા પ્રદેશો → ઈ.સ. 1534 – વસઈ → ઈ.સ. 1535 – દીવ → ઈ.સ. 1559 – દમણ → પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ એન બીજાપુરના સુલતાનોએ હરાવ્યા. → પોર્ટુગીઝોએ ગોવામાં મોટી સંખ્યામાં હિંદુઓનું ધર્મ – પરીવર્તન કરી ખ્રિસ્તી બનાવ્યા હતા. → ઈ.સ. 1616 પછી અંગ્રેજોનો વેપાર શરૂ થતાં પોર્ટુગીઝોનો ગુજરાતમાં વર્ચસ્વ ઓછું થવા લાગ્યું. અન્ય તથ્યો → પોર્ટુગીઝો ભારતમાં સૌ પ્રથમ આવ્યા હતા અને ઈ.સ. 1961માં ગોવા છોડીને સૌથી છેલ્લે ગયા હતા. → ઈ.સ. 1556 માં ભારતનું પહેલું પ્રિંટિંગપ્રેસ પોર્ટુગીઝોએ ગોવામાં સ્થાપિત કર્યું. → પોર્ટુગીઝોએ કાર્ટઝ – આર્મેડા કાફલા પદ્ધતિ પર જહાજોના અરબ સાગરમાં પ્રવેશ સામે નિયંત્રણ કર્યું હતું. → પોર્ટુગીઝો પાસે હોકાયંત્ર હોવાથી સમુદ્ર પર વર્ચસ્વ ધરાવતા હતા. → તેઓ ભારતમાંથી મરીમસાલા યુરોપમાં લઈ જતાં, વળતાં મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા. તેમ તેઓ “સાગરના સ્વામી” ગણાતા હતા. → ગોથિક સાહિત્યકલાને પ્રચલનમાં મૂકી. → પોર્ટુગીઝોના આગમનથી અનાનસ, પપૈયું, દૂધી, બટાકા અને તમાકુની ભારતને દેન છે. → કર્તાઝ એ પોર્ટુગીઝો દ્વારા વેપારીઓને અપાયેલો પરવાનો છે. → ભારતમાં પોર્ટુગીઝોએ સૌથી વધુ નફો કાલી મિર્ચના વેપારમાં કર્યો હતો. Tags ભારતમાં યુરોપીયન પ્રજા Facebook Twitter